Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ‘ચૌરી-ચૌરા’ની શતાબ્દી સમારોહમાં ટપાલ ટિકિટનું વિમોચન કર્યુ

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ માધ્યમથી ઉત્તરપ્રદેશના ગોરખપુર સ્થિત ચૌરી-ચૌરા ઘટનાના શતાબ્દીનુ ઉધ્ઘાટન કર્યુ છે. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ ચૌરી-ચૌરા ઘટના સંદર્ભે ટપાલ ટિકિટ બહાર પાડી છે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદીબેન પટેલ આ વિશેષ કાર્યક્રમમા ઉપસ્થિત રહ્યા હતા.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ માધ્યમથી ઉત્તરપ્રદેશના ગોરખપુર સ્થિત ચૌરી-ચૌરા ઘટનાના શતાબ્દીનુ ઉધ્ઘાટન કર્યુ છે.  આ પ્રસંગે પ્રધાનમંત્રીએ ચૌરી-ચૌરા ઘટના સંદર્ભે ટપાલ ટિકિટ બહાર પાડી છે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદીબેન પટેલ આ વિશેષ કાર્યક્રમમા ઉપસ્થિત રહ્યા હતા. આ વિશેષ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારત વિશે જણાવ્યુ હતુ કે, સમગ્ર દેશને આત્મનિર્ભરની સાથે સમગ્ર વિશ્વની ભલાઈ માટે પણ કામ થઈ રહ્યુ છે. આત્મનિર્ભર ભારત આજે ખુદ કોરોનાની રસી બનાવી રહ્યુ છે.

    150થી વધુ દેશોને કોરોનાની વૅક્સીન આપવામાં આવીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

    પ્રધાનમંત્રીએ જણાવ્યુ કે ભારત માનવજાતની રક્ષા માટે દુનિયાભરને વેક્સીન પહોચાડી રહ્યુ છે. ભારતે કોરોનાની બિમારી સામે 150 થી વધુ દેશોના નાગરીકોની મદદ માટે જરુરી દવા પહોચાડી છે. ભારતે જુદા જુદા દેશોમાથી 50 લાખ નાગરીકોને સ્વદેશ પરત લાવવાનુ કામ કર્યુ છે જ્યારે વિદેશી નાગરીકોને પોતાના દેશમા સુરક્ષીત રીતે પહોચાડ્યા છે. તેમણે ચૌરી- ચૌરાની પવિત્ર ભુમી પર બલીદાન આપનારા શહીદોને પ્રણામ કર્યા હતા તથા જણાવ્યુ હતુ કે આજે સ્વતંત્ર સેનાનીઓ જીવીત હોત તો તેમને કોવિડ ટીકાકરણ પર ગર્વ અનુભવ કરોત..... 

    કોરોના કાળની પરિસ્થિતીઓ પછી નવુ બજેટ દેશમાં તેજી લાવશેઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

    બજેટ વિશે વાત કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યુ કે કોરોના કાળની પરીસ્થીતીઓ પછી નવુ બજેટ દેશમા તેજી લાવશે.. તેમણે વિપક્ષ પર કટાક્ષ કરતા કહ્યુ કે દેશના વિવિધ મહાનુભાવો દેશે કરેલા વિવિધ સંકટોની સામે બજેટમા સરકારે ટેક્ષ વધારવુ પડશે તેવુ માનતા હતા પણ સરકારે આમ નાગરીક પર કોઈ બોજ નાખ્યો નથી..  સરકારે દેશમા તેજી લાવવા વધુમા વધુ ખર્ચ કરવાનુ નક્કી કરી બજેટ બનાવ્યુ છે...  આ ખર્ચ દેશમા રોડ બનાવવા,પુલ બનાવવા, ગામડાઓને બજાર સુધી જોડવા માટે કરવામા આવશે....          

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
apply