આજે વિશ્વ જૈવ ઈંધણ દિવસ, પ્રધાનમંત્રીએ જનસભાને સંબોધી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જૈવ ઈંધણ દિવસ પર કહ્યું કે, 'બાયોફ્યૂઅલનો વપરાશ ખેડૂતોની આવકની સાથે સાથે રોજગારીના અવસર વધારશે.' નવી દિલ્હીમાં પીએમએ વિશ્વ જૈવ ઈંધણ દિવસ 2018 કાર્યક્રમમાં સંબોધિત કર્યું હતું.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિજ્ઞાન ભવન દિલ્હીમાં 'વિશ્વ જૈવ ઈંધણ દિવસ' કાર્યક્રમમાં હાજરી આપી હતી. તેમણે આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય જૈવ ઈંધણ નીતિના પુસ્તકનું વિમોચન કર્યું હતું. પ્રધાનમંત્રીએ પર્યાવરણ મંત્રાલયના ડિઝિટલ પ્લેટફોર્મ પરિવેશને પણ લૉન્ચ કર્યો હતો. આ પોર્ટલ દ્વારા પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન સંબંધી મંજૂરી સરળતાથી મળી શકશે.
પ્રધાનમંત્રીએ ઈથાનોલના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે શેરડીના વેસ્ટના મૂલ્યમાં સરકાર દ્વારા કરવામાં આવેલા વધારાનો પણ ઉલ્લેખ કર્યો હતો. પ્રધાનમંત્રીએ ભારતના તેલ આયાત પર નિર્ભરતાને ઓછી કરવા માટે ઈથાનોલને પેટ્રોલમાં વાપરો તેના પર ભાર મૂક્યો હતો.
