Skip to main content
Settings Settings for Dark

આજે વિશ્વ રેડિયો દિવસ, આ વર્ષનો વિષય છે - રેડિયો અને વિવિધતા

Live TV

X
  • આજે વિશ્વ રેડિયો દિવસ છે.. આ દિવસ રેડિયોના મહત્વ વિશે સામાન્ય પ્રજા અને સમાચાર માધ્યમોમાં જાગૃતતા વધારવા માટે તથા રેડિયો મારફતે સૂચના ઉપલબ્ધ કરાવવા માટે નીતિ-નિર્માતાઓને પ્રોત્સાહિત કરવા માટે ઉદ્દેશ્યથી ઉજવાય છે..આ દિવસ દુનિયા ભરના લોકોના જીવનને પ્રભાવિત કરવા અને તેમને પરસ્પર જોડવાની રેડિયોની અદ્ભૂત ક્ષમતાને યાદ કરવાનો અવસર પણ છે..

    આ વર્ષનો વિષય છે - રેડિયો અને વિવિધતા

    રેડિયો માનવતાની રક્ષા અને લોકતાંત્રિક ચર્ચાઓનું સશક્ત માધ્યમ પણ રહ્યું છે..સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 14 જાન્યુઆરી 2013ના દિવસે વિશ્વ રેડિયો દિવસ મનાવવા માટે યૂનેસ્કોના નિર્ણયને ઔપચારિક મંજૂરી આપી હતી અને 13 ફેબ્રુઆરીને વિશ્વ રેડિયો દિવસ જાહેર કર્યો હતો..

    વિશ્વ રેડિયો દિવસ પર સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુતરેસે કહ્યું કે રેડિયો લોકોને નજીક લાવવામાં ઉપયોગી રહ્યો છે અને મીડિયા ક્રાંતિના આ દૌરમાં પણ જરૂરી ખબરો અને સૂચનાની સહજ ઉપલબ્ધતાનું માધ્યમ બન્યું છે..

    કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે વિશ્વ રેડિયો દિવસની શુભકામનાઓ પાઠવી તો આ અવસર  પર પ્રસાર ભારતીના મુખ્ય કાર્યકારી અધિકારી શશિ શેખર વેમ્પાતીએ કહ્યું કે લોકોના જીવનમાં રેડિયોએ ખાસ જગ્યા બનાવી છે અને આજે પણ દેશના ઘણા  ભાગોમાં રેડિયો જ સૂચનાનું મુખ્ય માધ્યમ છે..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
apply