આજે વિશ્વ શૌચાલય દિવસ , 2030 સુધીમાં પ્રત્યેક વ્યક્તિની સુરક્ષા અને સ્વચ્છ શૌચાલય આપવાનો લક્ષ્યાંક
Live TV
-
કેન્દ્ર સરકારે 2 ઓક્ટોબર 2019 પહેલા પૂર્ણ સ્વચ્છતા અને સમગ્ર દેશને ખુલ્લામાં શૌચક્રિયાથી મુક્ત કરવાનું લક્ષ્યાંક રાખ્યુ છે
આજે વિશ્વ શૌચાલય દિવસની ઉજવણી થઈ રહી છે..આગામી વર્ષ 2030 સુધીમાં પ્રત્યેક વ્યક્તિની સુરક્ષા અને સ્વચ્છ શૌચાલય આપવાનો લક્ષ્યાંક સાકાર કરવાની સાથે દર વર્ષે 19 નવેમ્બરના રોજ વિશ્વ શૌચાલય દિવસ મનાવવામાં આવે છે..દેશમાં દરેક નાગરિકને શૌચાલયની સુવિધા પ્રદાન કરવામાં ભારતે તાજેતરમાં ખૂબ જ નોંધપાત્ર કામગીરી છે..કેન્દ્ર સરકારે 2 ઓક્ટોબર 2019 પહેલા પૂર્ણ સ્વચ્છતા અને સમગ્ર દેશને ખુલ્લામાં શૌચક્રિયાથી મુક્ત કરવાનું લક્ષ્યાંક રાખ્યુ છે..જેથી સતત વિકાસના લક્ષ્યને સિદ્ધ કરવા માટે સ્વચ્છ ભારત અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે..ભારતમાં આ અભિયાન અંતર્ગત વર્ષ 2014 થી અત્યાર સુધીમાં દેશભરમાં 9 કરોડથી વધુ શૌચાલયોનું નિર્માણ કરવામાં આવ્યુ છે.

દેશના 26 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશ ખુલ્લામાં શૌચક્રિયાથી મુક્ત થઈ ચૂક્યા છે..અને હાલના સર્વે પ્રમાણે 90 ટકાથી વધુ લોકો શૌચાલયનો ઉપયોગ કરી રહ્યા છે..શૌચાલયોનો ઉપયોગ ન માત્ર આપણા સારા આરોગ્ય માટે જરૂરી છે પરંતુ તેનાથી આર્થિક ફાયદાઓ પણ છે..વિશ્વ શૌચાલય દિવસ પર તમામ નાગરિકોએ દેશને ખુલ્લામાં શૌચક્રિયાથી મુક્ત કરવા અને સ્વચ્છ અને સ્વસ્થ સમાજના નિર્માણમાં સહયોગ આપવાનો સંકલ્પ લેવો જોઈએ..



