આજે શીખ ધર્મના મહાન સંત અને પ્રસ્થાપક શ્રી ગુરૂનાનક દેવજીની 550મી જ્યંતિની ઉજવણી
Live TV
-
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકર હુજુ સાહિબ સરખંડ ગુરૂદ્વારા દેવના 550માં જન્મદિવસે આયોજિત કાર્યક્રમમાં ભાગ લેશે
સમગ્ર વિશ્વમાં આજે શીખ ધર્મના મહાન સંત અને પ્રસ્થાપક શ્રી ગુરૂનાનક દેવજીની 550મી જ્યંતિની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. ગુરૂનાનક દેવની જ્યંતિને પ્રકાશ પર્વના સ્વરૂપમાં પણ ઉજવણી કરવામાં આવે છે. ગુરૂનાનક દેવનો જન્મ કાર્તિક માસ શુક્લ પક્ષની પૂર્ણિમાએ 1526માં થયો હતો. ગુરૂનાનક દેવજી માત્ર એક સંત નહીં પણ સમાજ સુધારક, ચિંતક અને કવિ પણ હતા. આ પવિત્ર અવસર પર સમગ્ર દેશમાં ઉત્સવની શરૂઆત થઈ છે. પંજાબના કપુરથલાના સુલતાનપુર લોધીમાં મુખ્ય કાર્યક્રમ થશે, જેમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુરૂદ્વારા બેર સાહિબ જશે.કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકર હુજુ સાહિબ સરખંડ ગુરૂદ્વારા દેવના 550માં જન્મદિવસે આયોજિત કાર્યક્રમમાં ભાગ લેશે. તેમજ તેઓ સંસ્થા દ્વારા આયોજિત એક પ્રદર્શનમાં પણ સામેલ થશે, જેમાં ગુરૂનાનકજીના જીવનચરિત્રને દર્શાવવામાં આવ્યું છે.
