શ્રીનગર-બારામુલ્લા વચ્ચે રેલ્વે સેવા શરુ
Live TV
-
શ્રીનગરથી બારામુલ્લા વચ્ચે રેલવે સેવા ફરી શરૂ થઈ, રેલવેમંત્રી પિયુષ ગોયલે આશા વ્યક્ત કરી હતી કે પર્યટન અને વેપારને વેગ મળશે.
કાશ્મીરમાં શ્રીનગરથી બારામુલ્લા સુધીની રેલ સેવા ફરી શરૂ થઈ છે. જે બાદ અહીંના લોકોમાં ખુશીની લહેર છે. કલમ 370 ના હટાવ્યા બાદ, સુરક્ષા કારણોસર ઓગસ્ટથી રેલવે સેવા બંધ કરવામાં આવી હતી. જે બાદ ગઈકાલે આ સેવા શરુ કરવા શ્રીનગરથી બારામુલ્લા વચ્ચે ટ્રાયલ રન કરવામાં આવ્યો હતો. હવેથી ટ્રેન શ્રીનગર-બારામુલા વચ્ચે દિવસમાં 2 વખત દોડશે.
