આજે સદીનું સૌથી લાંબુ ચંદ્રગ્રહણ
Live TV
-
આજનું ગ્રહણ છેલ્લાં 104 વર્ષનું સૌથી લાંબુ ચંદ્રગ્રહણ હશે.
બ્લડમૂન એટલે કે પૂનમની રાત્રે પૃથ્વીની છાયામાંથી પસાર થવાના કારણે ચંદ્ર ઘેરા ભૂખરા અથવા લાલ રંગનો થઈ જાય એ ખગોળીય ઘટના. આજે ગુરુપૂર્ણિમાની રાત્રે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર ત્રણેય સીધી રેખામાં આવશે. જેના લીધે ચંદ્રગ્રહણની આ ખગોળીય ઘટના બનશે. આજનું ગ્રહણ છેલ્લાં 104 વર્ષનું સૌથી લાંબુ ચંદ્રગ્રહણ હશે. જે આશરે ચાર કલાક સુધી ચાલશે. રાત્રે 11 વાગ્યા ને 54 મિનિટે આંશિક ગ્રહણનો પ્રારંભ થશે. જે વહેલી પરોઢે 3 વાગ્યા ને 59 મિનિટ સુધી ચાલશે. ત્યારે આ અવકાશી નજારો જોવા માટે દેશ-દુનિયાના ખગોળપ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભારત ઉપરાંત, આફ્રિકા, મધ્ય-પૂર્વ અને ,દક્ષિણ એશિયાના દેશોમાં નરી આંખે પણ જોઈ શકાશે. બીજી તરફ ગ્રહણને લગતી માન્યતાઓને ધ્યાનમાં રાખીને મંદિરોમાં દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે.
