લોકસભામાં માનવ તસ્કરી નિષૈધ અને પુનર્વસન વિધેયક 2018 પસાર
Live TV
-
સંસદના બંને ગૃહની કામગીરી ગઈકાલે સુચારુ રૂપે ચાલી હતી. જેના કારણે લોકસભા અને રાજ્યસભામાં મહત્વના વિધેયક પણ પસાર થઈ શક્યા હતા.
સંસદના બંને ગૃહની કામગીરી ગઈકાલે સુચારુ રૂપે ચાલી હતી. જેના કારણે લોકસભા અને રાજ્યસભામાં મહત્વના વિધેયક પણ પસાર થઈ શક્યા હતા. લોકસભામાં માનવ તસ્કરી નિષૈધ અને પુનર્વસન વિધેયક 2018 પસાર કરાયો હતો વિધેયકમાં માનવ તસ્કરીનો ભોગ બનેલા લોકો માટે પુનર્વસનની જોગવાઈ કરવામાં આવી છે. જેમાં કેસ નોંધાયાના એક વર્ષમાં જ પીડિતને ન્યાય અપાવવાની પણ જોગવાઈ છે અને રાષ્ટ્રીય માનવ તસ્કરી બ્યૂરોની પણ સ્થાપના કરવામાં આવશે. રાજ્ય સભામાં પણ સોશિયલ મીડિયામાં અફવા ફેલાવનારા સામે વિધેયક મામલે પણ ચર્ચા થઈ હતી. જેમાં વિપક્ષે પણ આ પ્રકારની ઘટનાઓ રોકવા તમામ સંભવ પ્રયાસની માંગ કરી હતી. સરકારે જેના જવાબમાં કહ્યું કે, તે સોશિયલ મીડિયાની, સામગ્રીના ઉપયોગને નથી અટકાવી શકતા પરંતુ તેની સાથે માહિતી અને પ્રસારણના નિયમોનું પાલન થવું પણ જરૂરી છે.
