Skip to main content
Settings Settings for Dark

ઉચ્ચ શિક્ષા પર વાર્ષિક રિપોર્ટ અને સ્વચ્છ કેમ્પસ મેન્યુઅલ જારી

Live TV

X
  • માનવ સંસાધન વિકાસ મંત્રી પ્રકાશ જાવડેકરે નવી દિલ્હીમાં કુલપતિઓ અને ડિરેક્ટર્સના રાષ્ટ્રીય સંમેલનનું ઉદ્ઘાટન કર્યું. ત્રણ દિવસ સુધી ચાલનારા આ સંમેલનની થીમ છે, ઉચ્ચતર શિક્ષામાં અનુસંધાન અને નવાચાર. સંમેલનને સંબોધિત કરતા પ્રકાશ જાવડેકરે ઉચ્ચ શિક્ષણની ગુણવત્તામાં સુધાર અને નવિનિકરણની જરૂરીયાત પર ભાર મુક્યો. તેમણે આ અવસરે ઉચ્ચ શિક્ષા પર વાર્ષિક રિપોર્ટ અને સ્વચ્છ કેમ્પસ મેન્યુઅલ પણ જારી કર્યું.

    કુલપતિઓ અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓના ડિરેક્ટર્સોના રાષ્ટ્રીય સંમેલનને સંબોધિત કરતા માનવ સંસાધન વિકાસ મંત્રીએ કહ્યું કે, ઉચ્ચ શિક્ષણમાં કુલ નોંધણી ગુણોત્તરને વધારીને 40 ટકા કરવા સુધીની દિશામાં આપણે પ્રયાસ કરવાનો રહેશે. તેમણે કહ્યું કે વર્તમાનમાં કુલ નોંધણી ગુણોત્તર 26 ટકા છે જે ચિંતાનો વિષય છે. 

    માનવ સંસાધન વિકાસ મંત્રીએ પીએચડીના શોધ પત્રમાં સાહિત્યિક ચોરી પર ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, તેને રોકવા માટે દેશની તમામ વિશ્વવિદ્યારલોને સોફ્ટવેર પ્રદાન કરવામાં આવશે. 

    ઉચ્ચ શિક્ષણ મેળવનાર આશરે 79.2 ટકા વિદ્યાર્થીઓ અ્ન્ડર ગ્રેજ્યુએટ સ્તર પર છે. જ્યારે 11.2 ટકા વિદ્યાર્થીઓ પોસ્ટ ગ્રેજ્યુએટ અને 7.4 ટકા ડિપ્લોમાં સ્તર પર છે. પીએચડી કરી રહેલા વિદ્યાર્થીઓની સંખ્યા 1 લાખ 61 હજાર 412 છે, જે કુલ વિદ્યાર્થીઓના માત્ર 0.5 ટકા છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
apply