પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લખનઉ ખાતે શહેરી આવાસ અને માળખાકીય સુવિધાને લગતી પરિયોજનાઓની શરૂઆત
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લખનઉ ખાતે, શહેરી આવાસ અને માળખાકીય સુવિધાને લગતી અનેક પરિયોજનાઓની શરૂઆત કરી. જે અંતગર્ત તેઓ લખનઉ આવી પહોંચ્યા હતા. જ્યાં તેમનું ભવ્ય સ્વાગત ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા કરવામાં આવ્યું હતું. આ સાથે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે પ્રધાનમંત્રીએ સંવાદ કર્યો હતો. ત્યારબાદ પ્રધાનમંત્રીએ વિવિધ રાજ્યોના નગર નિગમો દ્વારા આયોજીત પ્રદર્શનીની મુલાકાત પણ લીધી હતી. નોંધનીય છે કે, લખનઉ ખાતે પ્રધાનમંત્રી રૂપિયા ચાર હજાર કરોડની પરિયોજનાઓનું ઉદઘાટન કરશે. આ સાથે વર્ષ 2015 જૂન માં શરૂ થયેલી અમૃત યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના અને સ્માર્ટ સીટી મીશન આ ત્રણેય યોજનાઓના ત્રણ વર્ષ પૂરાં થયા છે. ત્યારે આ યોજના અંતર્ગત થયેલ વિવિધ કામગીરીની માહિતી સામાન્ય લોકોને પ્રધાનમંત્રી આપશે.
