આજે સ્વામિ વિવેકાનંદની જયંતિ
Live TV
-
અમેરિકાના શીકાગોમાં યોજાયેલ ધર્મસભામાં પોતાના ધારદાર સંબોધનના કારણે દૂનિયાભરના ધ્યાન પર આવેલા સ્વામી વિવેકાનંદનો જન્મ 12 જાન્યુઆરી 1863ના રોજ બંગાળમાં થયો હતો.
આજે સ્વામિ વિવેકાનંદની જયંતિ છે. અમેરિકાના શીકાગોમાં યોજાયેલ ધર્મસભામાં પોતાના ધારદાર સંબોધનના કારણે દૂનિયાભરના ધ્યાન પર આવેલા સ્વામી વિવેકાનંદનો જન્મ 12 જાન્યુઆરી 1863ના રોજ બંગાળમાં થયો હતો. સ્વામી વિવેકાનંદને તેમના વિચારોને કારણે દૂનિયાભરમાં સન્માન મળ્યું હતું. તેઓ યુવાનોમાં ખાસ લોકપ્રિય હતા. આ કારણે તેમના જન્મ દિવસને સમગ્ર રાષ્ટ્ર યુવા રાષ્ટ્ર દિવસ રૂપે ઉજવે છે. તેમણે માનવતાની સેવા અને પરોપકાર માટે 1897માં રામકૃષ્મ મિશનની સ્થાપના કરી હતી. આ મિશનનું નામ વિવેકાનંદજીએ તેમના ગૂરૂ રામકૃષ્ણ પરમહંશના નામે રાખ્યું હતું.
