Skip to main content
Settings Settings for Dark

આજે 88મો વાયુસેના દિવસ, રક્ષામંત્રી-પ્રધાનમંત્રીએ પાઠવી શુભેચ્છા

Live TV

X
  • રક્ષામંત્રી રાજનાથ સિંહે આજે ભારતીય વાયુસેના (આઈએએફ) ના 88મા વાયુસેના દિવસ -2020ના પ્રસંગે એર વોરિયર્સ અને તેમના પરિવારોને શુભેચ્છાઓ પાઠવી છે. તેમણે પોતાના સંદેશમાં કહ્યું કે, "સમર્પણ, ત્યાગ અને શ્રેષ્ઠતાના 88 વર્ષ આઈએએફની યાત્રાને ચિહ્નિત કરે છે જે વર્તમાન સમય સાથે તાલમેલ મેળવતા જબરદસ્ત અને ઘાતક શક્તિ માનવામાં આવે છે."

    રક્ષા મંત્રીએ એવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો કે, આઈએએફ હંમેશા કોઈ પણ સંજોગોમાં રાષ્ટ્રની વાયુ સીમાનું રક્ષણ કરશે, વધુમાં કહ્યું કે, “આપ સૌ માટે ભૂરા આકાશની અને સુરક્ષિત ઉતરાણની ઇચ્છા રાખીએ છીએ.”

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય વાયુસેનાને તેમના સ્થાપના દિવસ પર શુભેચ્છા પાઠવી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું કે, “એયર ફોર્સ ડે પર ભારતીય વાયુ સેનાના દરેક વીર યોદ્ધાઓને ખૂબ ખૂબ શુભેચ્છા. તમે માત્ર દેશના આકાશને સુરક્ષિત રાખો છો. ઉપરાંત આપત્તિના સમયે માનવતાની સેવામાં પણ અગ્રણી ભૂમિકા ભજવો છો. માં ભારતીની રક્ષા માટે તમારું સાહસ, શૌર્ય અને સમર્પણ સૌને પ્રોત્સાહિત કરનારું છે.”

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
apply