PMના જન આંદોલનને નેતાઓથી લઈને બોલિવૂડ સુધી મળ્યું દરેકનું સમર્થન
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કોરોના મહામારી સામે લડવા માટે એક જન આંદોલન શરૂ છે અને આ લડતમાં સામેલ થવા માટે લોકોને અપીલ પણ કરી છે.
પ્રધાનમંત્રીએ પોતાના ટ્વિટમાં કોરોના સામેની લડતમાં બધાને એક થવા આહ્વાન કર્યું છે. "માસ્ક પહેરો, હાથ ધુઓ, સામાજિક અંતરનું પાલન કરો અને બે ગજના અંતરને અનુસરો" ના મુખ્ય સંદેશાને પુનરાવર્તિત કરતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આપણે એક સાથે સફળ થઈશું અને કોવિડ -19 સામે જીત મેળવીશું.
લોક ભાગીદારીને પ્રોત્સાહિત કરવાના હેતુથી આ અભિયાન શરૂ કરવામાં આવી રહ્યું છે. અભિયાન અંતર્ગત, દરેક જણ કોવિડ-19 સામે લડવા માટે પ્રતિજ્ઞા લેશે. કેન્દ્ર સરકારના મંત્રાલયો, વિભાગો અને રાજ્ય સરકારો, કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા અનુરૂપ સંયોજિત યોજના અમલમાં મૂકવામાં આવશે:
પ્રધાનમંત્રીના જન આંદોલનને કેન્દ્રીય મંત્રી, મુખ્યમંત્રીઓ, ધારાસભ્યો, સાંસદોથી લઈને નાના કલાકારોથી લઈને બોલિવૂડના કલાકારોનું સમર્થન મળ્યું છે. બોલિવૂડમાં અનિલ કપૂર, સલમાન ખાન અને કિર્તી સેનનથી લઈને અનેક કલાકારોએ ટ્વિટ કરી આ અંગે પ્રતિજ્ઞા લીધી છે.
