ભાજપના કાર્યકરો પર થયેલા પોલીસ દમનને કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે વખોડ્યો
Live TV
-
કહ્યું, મમતા સરકારની મમત એ પશ્ચિમ બંગાળમાં લોકતાંત્રિક પદ્ધતિ નહિ, માત્ર તાના શાહી
પશ્ચિમ બંગાળમાં લોકતાંત્રિક ઢબે વિરોધ કરનારા ભાજપના કાર્યકર્તાઓ પર પોલીસ દ્વારા ગુજારાયેલા દમનની ઘટના પર કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે ખેદ વ્યક્ત કર્યો છે.
આ મામલે એક પત્રકાર પરિષદને સંબોધન કરતાં રવિશંકર પ્રસાદે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે, બંગાળમાં લોકતંત્ર નથી પરંતુ રાજ્ય સરકારની તાનાશાહી છે.
