આજે IIT મુંબઈના દિક્ષાંત સમારોહમાં હાજરી આપશે PM
Live TV
-
ઉર્જા, વિજ્ઞાન તેમજ એન્જિનિયરિંગ તથા સેન્ટર ફોર એન્વાયરમેન્ટ સાયન્સ તેમજ એન્જિનિયરિંગના ભવનનું પણ ઉદઘાટન
પ્રઘાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આઇઆઈટી બોમ્બેના 56માં દિક્ષાંત સમારોહમાં હાજરી આપશે. આ સમારોહમાં સ્નાતક, અનુસ્નાતક અને પીએચડીના વિદ્યાર્થીઓને ડિગ્રી તેમજ મેડલ એનાયત કરાશે. આ સાથે પ્રધાનમંત્રી આઇઆઇટી સંકુલમાં ઉર્જા, વિજ્ઞાન તેમજ એન્જિનિયરિંગ તથા સેન્ટર ફોર એન્વાયરમેન્ટ સાયન્સ તેમજ એન્જિનિયરિંગના ભવનનું પણ ઉદઘાટન કરશે.1958માં સ્થાપિત આઇઆઇટી આ વર્ષે હિરક જંયતી મનાવી રહ્યં છે.
