PM મોદીએ IIT બોમ્બેના દિક્ષાંત સમારોહમાં વિદ્યાર્થીઓને સંબોધ્યા
Live TV
-
IIT બોમ્બેના 56મા દિક્ષાંત સમારોહમાં સામેલ થવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે મુંબઈ પહોંચ્યા હતા. એરપોર્ટ પર રાજ્યપાલ સી. વિદ્યાસાગર રાવ અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે તેમનું સ્વાગત કર્યું હતું.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે દિક્ષાંત સમારોહમાં વિદ્યાર્થીઓને સંબોધતા કહ્યું હતું કે, આપણે આજે યોગ્ય રસ્તા પર આગળ વધી રહ્યા છીએ. પીએમ મોદીએ કહ્યું કે, ટેકનિક દ્વારા રાષ્ટ્ર નિર્માણને નવી દિશા મળી રહી છે. ગત છ દાયકાઓમાં કરવામાં આવેલા સતત પ્રયાસોનું જ પરિણામ છે કે, આઈઆઈટી બોમ્બે દેશના જાણીતા સંસ્થાનોમાંનું એક બન્યું છે. આપણને આઝાદ ભારત માટે લડવાનો મોકો મળ્યો નથી, પરંતુ આપણે નસીબદાર છીએ કે, આપણને આઝાદ ભારતમાં જીવવાનો મોકો મળ્યો છે.
સંબોધન બાદ પ્રધાનમંત્રીએ વિદ્યાર્થીઓ દ્વારા ઉભું કરવામાં આવેલ પ્રદર્શન નિહાળ્યું હતું અને વિદ્યાર્થીઓ પાસેથી તે સાધનોની માહિતી પણ મેળવી હતી.
