કોલકત્તા ખાતે ભાજપા અધ્યક્ષ અમીત શાહે મમતા બેનરજી પર સાધ્યુ નિશાન
Live TV
-
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કલકત્તામાં એક વિશાલ રેલીને સંબોધી હતી. રેલીમાં , અમીત શાહે પશ્ચિમ બંગાળાના મુખ્યમંત્રી અને તૃણમુલ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતાં.
તેમણે કહ્યું કે, રેલીમાં લાખો લોકોની ઉપસ્થિતી સૂચક છે કે, પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીની સરકારના વળતા પાણી છે. ઉપરાંત , તેમણે એમ પણ ઉમેર્યું કે, મમતા બેનરજીની સરકાર વોટ બેંકની રાજનીત કરે છે અને તે માટે તેઓ દેશ વિરોધી તત્વોને સાથ અને સહયોગ આપે છે.
