કેન્દ્રીય ગૃહમંત્રીએ કર્યું કેરળના પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ
Live TV
-
રાજ્યની એનડીઆરએફ ટીમ રાહત કામમાં જોડાઈ જેમાં 54000 લોકોને સુરક્ષિત રાહત શિબિરો સુધી પહોંચાડાયા છે
કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે આજે કેરળના પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. પૂરને કારણે કેરળના અડધાથી વધુ બંધ જળાશયો અને નદીઓ ભયજનક સપાટી એ છે. જેને કારણે અનેક જગ્યાએ રોડ અને રાજમાર્ગ ધોવાઈ ગયા છે. છેલ્લા ઘણા દિવસથી વરસી રહેલા ભારે વરસાદને કારણે હજારોની સંખ્યામાં લોકો બેઘર થયા છે. પૂર અને ભૂસ્ખલનને કારણે રાજ્યમાં અત્યારસુધી 37 લોકોના મોત થયા છે. રાજ્યની એનડીઆરએફ ટીમ રાહત કામમાં જોડાઈ છે. જેમાં અત્યારસુધીમાં 54000 લોકોને સુરક્ષિત રાહત શિબિરો સુધી પહોંચાડી દેવામાં આવ્યા છે. ભારે વરસાદને કારણે ઉત્તર અને મધ્ય કેરળ ક્ષેત્રો વધુ પ્રભાવિત થયા છે. રાજનાથસિંહે આજે રાહત શિબિરોની મુલાકાત લીધી હતી અને કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારને દરેક સંભવ સહાય આપવાનું આશ્વાસન આપ્યું હતું.તેમણે કેરળ માટે 100 કરોડ ની રાહત પેકેજની જાહેરાત કરી છે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે 80.25 કરોડની વધુ સહાય જલ્દી જ આપવામાં આવશે.
