આતંકવાદીઓ સામે સુરક્ષા બળોનું ઓપરેશન, બે આતંકવાદીઓ કર્યા ઠાર
Live TV
-
બિજબેહરા વિસ્તારમાં પણ કેટલાક આતંકવાદીઓ છુપાવ્યા હોવાની ખપર પછી સેનાએ વિસ્તારને ઘેરી લીધો.
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સામે સુરક્ષા બળોનું ઓપરેશન ઓલઆઉટ ફરી એક વખત શરૂ થઈ ગયું છે. સોમવારે બાંદીપુરામાં સુરક્ષા બળ અને આતંકવાદી વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા છે. બિજબેહરા વિસ્તારમાં પણ કેટલાક આતંકવાદીઓ છુપાવ્યા હોવાની ખપર પછી સેનાએ વિસ્તારને ઘેરી લીધો છે. ઉલ્લેખનિય છે કે, રમઝાન મહિનામાં કેન્દ્ર સરકારે આતંકવાદીઓ સામે કાર્યવાહી પર રોક લગાવી હતી.
ભારત સરકારે જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ સામે અભિયાન ફરીથી હાથ ધર્યું છે. ગૃહમંત્રી રાજનાથ સિંહે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે ગત ,17 મેએ કેન્દ્ર સરકારે નિર્ણય લીધો હતો કે સુરક્ષા દળોએ રમઝાન મહિના દરમિયાન જમ્મુ અને કાશ્મીરમાં આક્રમક કામગીરી હાથ ધરવી નહીં. એ નિર્ણય રાજ્યનાં શાંતિપ્રિય લોકોનાં હિતમાં લેવામાં આવ્યો હતો. હવે રમઝાન મહિનો પૂરો થઈ ગયો હોવાથી સરકારે રાજ્યને ત્રાસવાદ અને ભયના વાતાવરણથી મુક્ત કરવા માટે ફરીથી આ પગલું લીધું છે. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે ,સરકારે તમામ તથ્યો તપાસીને આ નિર્ણય કર્યો છે અને સરકારની હાલની પ્રાથમિકતા અમરનાથ યાત્રાને શાંતિપૂર્ણ રીતે સંપન્ન કરવાની છે.
