આતંકવાદી હુમલાની શંકાને પગલે ગુજરાતની તમામ બોર્ડર પર કડક સુરક્ષા
Live TV
-
આતંકવાદી હુમલાની આશંકાના પગલે ગુજરાતની તમામ બોર્ડર પર સુરક્ષા વ્યવસ્થા ખૂબ જ કડક બનાવવામાં આવી છે
જમ્મુ કાશ્મીરમાં અનુચ્છેદ 370 દૂર કરાયા પછી પાકિસ્તાન આકુળ વ્યાકુળ છે. છેક યુએન સુધી મદદની ભીખ માગવા છતાં પણ યુએને જમ્મુ કાશ્મીર મામલે કોઈ જ પ્રતિક્રિયા આપી નથી. એકલા પડેલા પાકિસ્તાને સતલુજ નદીમાં પણ ઝેરીલું પાણી છોડ્યું હતું. જેના કારણે ભારતના સરહદી વિસ્તારોમાં રોગચાળો ફાટી નીકળવાની ભીતી સેવાઈ રહી હતી. હવે પાકિસ્તાનનો કાંકરીચાળો ચાલુ રહેતાં ફરી એકવાર ભારતમાં આતંકવાદીઓની ઘૂસણખોરી કરવાની ફિરાકમાં છે.
આતંકવાદી હુમલાની આશંકાના પગલે ગુજરાતની તમામ બોર્ડર પર સુરક્ષા વ્યવસ્થા ખૂબ જ કડક બનાવવામાં આવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે હાલ તમામ એજન્સીઓ હાઈ એલર્ટ પર છે. આ ઉપરાંત પોલીસ દ્વારા રાજ્યની તમામ બોર્ડર પર સધન ચેકિંગ ચાલુ કરવામાં આવ્યું છે.
નોંધનીય છે કે ગુજરાતમાં 1600 કિ.મી જેટલો લાંબો દરિયાકિનારો છે. જેના માધ્યમથી આતંકવાદીઓ ગુજરાતમાં પ્રવેશ કરી શકે છે. આ મુદ્દાને ધ્યાનમાં રાખીને સોમનાથ, દ્વારકા અને અંબાજી સહિતના સ્થળોએ પણ કડક ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત કંડલા બંદર તેમજ પીપાવાવ પોર્ટ પર પણ પોલીસ સજ્જ થઈ છે.
