મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતીઃ બહાર પડશે સ્મારક સિક્કા અને ડાક ટિકિટ
Live TV
-
કાર્યકારીણી સમિતિની બેઠકમાં દેશભરમાં યોજાનાર કાર્યક્રમોની કરાઈ સમીક્ષા, સિક્કા તથા વિશેષ ડાક ટિકિટ બહાર પડાશે
મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતીના કાર્યક્રમોને લઈને બનેલી કાર્યકારી સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતાં. જે મુજબ દેશના 4 હજાર શહેરો અને 6 લાખ ગામોમાં જાગરૂકતા અભિયાન ચલાવવામાં આવશે. સાથે જ પ્લાસ્ટિક કચરાનો સંગ્રહ અને નિકાલના અભિયાન માટેનું આયોજન કરાશે.
પ્લાસ્ટિક કચરાના નિકાલ માટે રાષ્ટ્રીય સ્તર પર લોકો શ્રમદાન કરશે. તેમજ પ્લાસ્ટિક કચરાને લઈને જનઆંદોલન ચલાવાશે. તમામ ગ્રામ પંચાયત, શહેરી વિસ્તાર, શાળાઓ અને રેલવે સાથે જોડાયેલા સ્થળો અને રાજમાર્ગો પર સંગ્રહ થયેલા કચરાને નિયત સ્થાન પર પહોંચાડવા માટેનું આયોજન કરાશે. ત્યારબાદ તેને અલગ-અલગ કરીને તેમજ રિસાઈકલ કરીને નિકાલ કરવાની વ્યવસ્થા કરાશે.
24 ડિસેમ્બર 2019ના રોજ સંયુક્ત રાષ્ટ્રસંઘ આંતરરાષ્ટ્રીય સંમેલનનું આયોજન કરાયું છે. અમદાવાદના સાબરમતી નદી કિનારે ભવ્ય આયોજન કરાશે જેમાં સ્મારક અને સિક્કા અને પોસ્ટ ટિકિટ જાહેર કરાશે. કેદીઓને વિશેષ માફીની રાહત અપાશે. 54 દેશોમાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કરાશે. દેશના મહત્વના ભવનો પર વિશેષ લાઈટિંગ કરાશે, તો દિલ્હીના ઈન્ડિયા સહિત રાજકોટ અને ગૌહાટીમાં લાઈટ એન્ડ સાઉન્ડ શો યોજાશે. આ ઉપરાંત દોઢ લાખ સાઈક્લીસ્ટ અભિયાન ચલાવશે. મહાત્મા ગાંધીને લઈને રાષ્ટ્રીય હસ્તકળા મેળાનું આયોજન પણ કરાશે તેમજ એક લાખ વિદ્યાર્થી પોતાનો સોલાર લેમ્પ તૈયાર કરશે.
