Skip to main content
Settings Settings for Dark

આસામમાં જાહેર થશે NRCની અંતિમ યાદી, ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત

Live TV

X
  • NRCની યાદીને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે

    આસામમાં NRC એટલે કે, રાષ્ટ્રીય નાગરીક રજીસ્ટરની અંતિમ યાદી જાહેર કરવામાં આવશે. કોર્ટના આદેશ અનુસાર NRC સમન્વય સમગ્ર અદ્યતન યાદીને આસામમાં જાહેર કરશે. NRCની યાદીને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. જેમાં લોકો પણ સરળતાથી પોતાના નામ જોઈ શકશે.આ યાદીને લઈને સમગ્ર આસામ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે. કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે તંત્ર સમગ્ર રીતે સજ્જ થઈ ગયું છે.

    રાજ્યના મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલે જણાવ્યું હતું કે, સરકાર આ સંદર્ભમાં લોકોને તમામ પ્રકારની મદદ આપશે., મુખ્યમંત્રીએ વિશ્વાસ પણ અપાવ્યો કે, જે લોકોનાં નામ આ યાદીમાં સમાવેશ નથી કરાયા તેમને અરજી કરવાની તક મળશે અને કેન્દ્રીય ગૃહમંત્રાલયના નિર્દેશ અનુસાર તેમનો પક્ષ સાંભળવામાં આવશે.

    પોલીસ દળે પણ પૂરતી ચેકિંગ વ્યવસ્થા હાથ ધરી છે. સર્વાનંદ સોનોવાલે એ પણ ઉમેર્યું હતું કે 'એફટીમાં અપીલ દાખલ કરવાની સમયમર્યાદા 60 દિવસથી વધારીને 120 દિવસ કરવાના લિસ્ટમાંથી છૂટી ગયેલા લોકોને એકસમાન તક મળશે.' તેમણે કહ્યું કે એનઆરસી હજારો લોકોના સહિયારા પ્રયત્નનું પરિણામ છે. અને આસામની જનતાના બિનશરતી સમર્થનના કારણે આ શક્ય બન્યું છે. રાજ્ય સરકારે લોકોને એ બાંહેધરી આપી કે જે લોકોના નામનો સમાવેશ નથી થયો તેમના માટે આગળ પણ વિકલ્પ ખુલ્લા રહેશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply