મહારાષ્ટ્રઃ ધુલેમાં કેમિકલ ફેક્ટરીમાં ભીષણ વિસ્ફોટ, 12ના મોત, 58 ઘાયલ
Live TV
-
કેમીકલ ફેક્ટરીમાં સિલિન્ડર બ્લાસ્ટ થતાં આ લાગી આગ, આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરાયા
મહારાષ્ટ્રના ધૂલેમાં એક કેમીકલ ફેક્ટરીમાં ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી. આ ભીષણ આગમાં 8 લોકોનાં મોત થયા છે, કેમીકલ ફેક્ટરીમાં સિલિન્ડર બ્લાસ્ટ થતાં આ આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ દોડી આવી હતી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતાં. આ દરમિયાન 6 મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે.જ્યારે અન્ય કેટલાંક ઈજાગ્રસ્ત થયાં છે.
પોલીસે જણાવ્યું કે રાહત અને બચાવકાર્ય ચાલુ છે અને હજુ પણ મૃત્યુઆંક વધી શકે છે. ઘટનાસ્થળ પર રાહત અને બચાવકર્મીઓ પહોંચી ગયા છે અને કાટમાળ બહાર કાઢવાનું કામ કરી રહ્યાં છે. ઈજાગ્રસ્તોને સ્થાનીક હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવી રહ્યાં છે. આ ફેક્ટરી શિરપુર તાલુકાના વઘાડી ગામમાં આવેલી છે.
