મહાત્મા ગાંધીની 150મી વર્ષગાંઠના કાર્યક્રમોને લઈને થઈ બેઠક
Live TV
-
મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતી નિમિત્તે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા...
મહાત્મા ગાંધીની 150મી જયંતીની વર્ષગાંઠના કાર્યક્રમોને લઈને બનેલી કાર્યકારી સમિતિની શુક્રવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બેઠક થઈ હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થયેલી આ બેઠકમાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે.
- દેશના ચાર હજાર શહેરો અને છ લાખ ગામોમાં જાગરૂકતા અભિયાન ચલાવવામાં આવશે.
- પ્લાસ્ટિક કચરાના સંગ્રહણ અને નિકાલ માટેના અભિયાનનું આયોજન
- પ્લાસ્ટિક કચરાના નિકાલ માટે રાષ્ટ્રીય સ્તર પર લોકો કરશે શ્રમદાન, તમામ ગ્રામ પંચાયતો, શહેરી નિગમો, સ્કૂલો, રેલવે સાથે જોડાયેલા સ્થાનો અને રાજમાર્ગો પર ચલાવવામાં આવશે જનજાગૃતિ અભિયાન
- સંગ્રહિત કચરાને નિયત સ્થાને પહોંચાડવામાં આવશે.
