10 સરકારી બેંકોનું 4 મોટી બેન્કમાં કરાયુ વિલીનિકરણ, નાણાંમંત્રીની મોટી જાહેરાત
Live TV
-
અર્થવ્યવસ્થાને ગતિ આપવા બેંકોમાં મોટાપાયે ફેરફાર પર મૂક્યો ભાર, હવેથી દેશમાં માત્ર 12 જ સરકારી બેંકો રહેશે
નાણામંત્રી નિર્મલા સીતારમણે દેશની 10 સાર્વજનીક ક્ષેત્રની બેંકનું વીલીનીકરણ કરીને 4 બેંક બનાવવાની જાહેરાત કરી છે. પંજાબ નેશનલ બેન્ક, યુનાઈટેડ બેન્ક ઓફ ઈન્ડિયા અને ઓરિએન્ટલ બેન્ક ઓફ કોમર્સ ના વિલિનીકરણની જાહેરાત કરી હતી. આ સિવાય કેનરા બેન્ક અને સિન્ડિકેટ બેન્કના મર્જરની પણ જાહેરાત કરાઈ હતી.
આ ઉપરાંત યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયા, આંધ્રા બેન્ક અને કોર્પોરેશન બેન્કનું પણ મર્જર થશે તેવી વાત નાણામંત્રીએ તેમના સંબોધનમાં કરી હતી. કેન્દ્રિય નાણામંત્રી નિર્મળા સીતારમણે જણાવ્યું હતું કે પાંચ ટ્રિલિયનનું અર્થતંત્ર બનાવવા માટે કામગીરી ચાલી રહી છે. ત્યારે બેન્કોએ લોકોના હિતમાં નિર્ણય લીધો છે. નિર્મળા સીતારમણે કહ્યું હતું કે, હવે દસ રાષ્ટ્રીય બેન્કને બદલે ફક્ત ચાર બેન્ક બનશે એટલે કે હવે કુલ 12 રાષ્ટ્રીય બેન્ક રહેશે. 18થી 14 સરકારી બેન્ક નફામાં છે. હાઉસિંગ ફાઈનાન્સને 3,300 કરોડ રૂપિયાનો સરકાર સપોર્ટ કરશે. તેમણે શેલ કંપનીઓ અંગે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં દેશમાંથી 3 લાખથી વધુ શેલ કંપનીઓ બંધ થઈ ચૂકી છે.
નાણાંમંત્રીએ બેંકમાં તમામ વહીવટી ક્ષેત્રે સુધારો કરવાની પણ જાહેરાત કરી હતી. નિર્મલા સીતારમણે એ પણ કહ્યું કે સરકારે ગત વર્ષમાં જે સુધારાઓ કર્યા છે. તેનાથી બેંકોની એનપીએ પણ ઓછી થઈ છે અને 18માંથી 14 બેંક ફાયદામાં આવી છે. તેમણે એ પણ કહ્યું કે આજની તમામ જાહેરાતનો હેતુ બેન્કિંગ વ્યવસ્થાને મજબૂત બનાવવાનો છે અને પાંચ ટ્રિલિયન ડોલરની ઈકોનોમીની દિશામાં આગળ વધવાનો છે.
