વિચારોમાં ભિન્નતા હોવા છતાં સંવાદ થવો જરૂરીઃ PM મોદી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મનોરમા ન્યૂઝ કોન્કલેવમાં વીડિયો કોન્ફરન્સથી કર્યુ સંબોધન-કહ્યુ, કેરળની ધરતી અને સંસ્કૃતિને મારા પ્રણામ-માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકર કાર્યક્રમમાં રહ્યા ઉપસ્થિત-કહ્યુ, મીડિયા પર કોઈ પણ પ્રકારનો નથી પ્રતિબંધ.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા મનોરમા ન્યૂઝ કોન્કલેવ 2019ને સંબોધન કર્યં હતું. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આધુનિક સમાજમાં વિચારોને અભિવ્યક્ત કરવાની આઝાદી હોવી જોઈએ એ જરૂરી નથી કે બે લોકોની વિચારધારા મળતી હોય, પરંતુ આપણી અંદર ધૈર્યની સાથે બીજા વ્યકિતની વાત સાંભળવાનો સંયમ હોવો જોઈએ.
તેમણે કહ્યું કે, વ્યક્તિઓ અને સંસ્થાઓ વચ્ચે સતત સંવાદ થતો રહેવો જોઈએ. પ્રધાનમંત્રીએ વ્યક્તિગત આકાંક્ષાઓ, સામૂહિક પ્રયત્નો અને રાષ્ટ્રીય પ્રગતિમાં પોતાની ભાગીદારીને ન્યૂ ઈન્ડિયાનું કેન્દ્ર ગણાવ્યા હતા.
ઉપરાંત પ્રધાનમંત્રીએ એક શબ્દને દેશભરમાં 10 થી 12 ભાષાઓમાં પ્રકાશિત કરવાની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, તેનાથી એક વર્ષમાં એક વ્યકિત વિવિધ ભાષાઓમાં 300 નવા શબ્દ શીખી શકશે. આ કોન્કલેવનું આયોજન મલયાલા મનોરમા કંપની લિમિટેડ દ્વારા કોચ્ચિમાં કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે આ કાર્યક્રમમાં સંબોધન કર્યું હતું.
