આતંકવાદ અને જળવાયુ પરિવર્તન માનવતાની સામે મોટા પડકાર-PM
Live TV
-
સિઓલમાં યોન સેઈ વિશ્વ વિદ્યાલય સંકુલમાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કરતા PM
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આતંકવાદ અને જળવાયુ પરિવર્તન માનવતાની સામે આજે બે મોટા પડકાર છે. દક્ષિણ કોરિયાના સિઓલમાં ગઈ કાલે યોન સેઈ વિશ્વ વિદ્યાલય સંકુલમાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું ,અનાવરણ કરતાં તેમણે કહ્યું કે મહાત્મા ગાંધીના જીવન દર્શન અંગે સિદ્ધાંતોમાં આ સમસ્યાઓનો ઉકેલ ઉપલબ્ધ છે.આ અવસર પર દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે ઇન એ કહ્યું કે મહાત્મા ગાંધીની 150મી જયંતિ ,કોરિયાના,અહિંસક સ્વતંત્રતા સંગ્રામની 100મી જયંતિની સાથે ઉજવવામાં આવશે. યોનસેઈ વિશ્વ વિદ્યાલય આ સ્વતંત્રતા સંગ્રામનું કેન્દ્ર હતું. સંયુક્ત રાષ્ટ્રના પૂર્વ સચિવ બાન કી મૂનએ આ અવસરે પોતાના સંબોધનમાં વિશ્વ શાંતિ જળવાયુ પરિવર્તન અને માનવ અધિકારોના સમર્થનમાં પ્રધાનમંત્રીના પ્રયાસોની સરાહના કરી હતી..
