ભારત સરકારનો નિર્ણય, પાકિસ્તાનને અપાતા પાણીને રોકવામાં આવશે
Live TV
-
ભારત પૂર્વ તરફની નદીઓના પાણીના પ્રવાહને વાળીને જમ્મુ-કાશ્મીર અને પંજાબમાં આપવામાં આવશે
સરકારે પાકિસ્તાનને આપવા માં આવી રહેલ પોતાના હિસ્સાની નદી ના પાણીને રોકવાનો નિર્ણય કર્યો છે. કેટલીય ટ્વીટ મેસેજ માં જળ સંશાધન મંત્રી નીતિન ગડકરી એ કહ્યું કે ભારત પૂર્વ તરફની નદીઓના પાણીના પ્રવાહને વાળીને જમ્મુ-કાશ્મીર અને પંજાબમાં આપવા માં આવશે. તેમણે કહ્યું કે રાવી નદી ઉપર શાહપુર-કાંડી પર બંધ નિર્માણનું કામ શરૂ થઈ ગયું છે. કેન્દ્રીય મંત્રી ગડકરીએ કહ્યું કે ઉઝ પરિયોજનાથી જમ્મુ ,અને કાશ્મીરમાં ઉપયોગ માટે ભારત ના હિસ્સા નું પાણી એકત્રિત કરવામાં આવશે અને બાકીનું પાણી રાજ્યોને ઉપલબ્ધ કરાવવા માટે રાવી -બિયાસ દ્વિતીય લિન્કથી ,બાકી પાણીને ,છોડવા માં આવશે. નીતિન ગડકરીએ કહ્યું કે આ બધી પરિયોજનાઓને રાષ્ટ્રીય પરિયોજનાઓના રૂપમાં જાહેર કરવામાં આવી છે
