ગૃહ મંત્રાલયે કેન્દ્રિય સશસ્ત્ર પોલીસ દળના તમામ કર્મચારીઓને હવાઈ યાત્રાના અધિકારની મંજૂરી આપી
Live TV
-
ગૃહ મંત્રાલયે કેન્દ્રિય સશસ્ત્ર પોલીસ દળના તમામ કર્મચારીઓને હવાઈ યાત્રાના અધિકારની મંજૂરી આપી દીધી છે. મંત્રાલયે કેન્દ્રિય સશસ્ત્ર પોલીસ દળના તમામ કર્મચારીઓને દિલ્હી-શ્રીનગર શ્રીનગર-દિલ્હી જમ્મુ-શ્રીનગર અને શ્રીનગર-જમ્મુ સેકટરોમાં પણ હવાઈ યાત્રાના અધિકારની સ્વીકૃતિ આપી દેવામાં આવી છે. આ નિર્ણયથી કેન્દ્રિય સશસ્ત્ર પોલીસ દળના કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ A.S.I.રેન્કના આશરે સાત લાખ એંસી હજાર કર્મચારીઓને ફાયદો થશે જે અત્યાર સુધી આ સુવિધાના પાત્ર ન હતા. આમાં ડ્યૂટી સમયે યાત્રા અને રજા દરમિયાન કરવામાં આવતી યાત્રાનો સમાવેશ છે એટલે કે જમ્મુ-કાશ્મીર થી રજાઓ માટે ઘર જવા અને પરત આવવાની યાત્રાનો સમાવેશ થાય છે. આ સુવિધા કેન્દ્રિય સશસ્ત્ર પોલીસ દળને આપવામાં આવી રહેલી હવાઈ કુરિયર સેવાની ઉપરાંતની સુવિધા છે જેથી જવાનોના યાત્રાનો સમય ઘટી શકે. કેન્દ્રિય સશસ્ત્ર પોલીસ દળની માટે હવાઈ કુરિયર સેવાને જમ્મુ-શ્રીનગર-જમ્મુ સેકટરની માટે મંજૂરી આપવામાં આવી હતી.
