Skip to main content
Settings Settings for Dark

એશિયાના સૌથી મોટા એર શો એરો ઈન્ડિયા 2019માં દેશ વિદેશની અનેક થીંક ટેન્કે હાજરી આપી

Live TV

X
  • એશિયાના સૌથી મોટા એર શો એરો ઈન્ડિયા 2019નો બેગલુરુમાં સંરક્ષણમંત્રી નિર્મલા સીતારમણના હસ્તે આરંભ થઈ ગયો છે. 24મી ફેબ્રુઆરી સુધી યોજાનારા આ પ્રદર્શનમાં રક્ષાક્ષેત્રે જોડાયેલા તમામ રક્ષા ઉપકરણોને પ્રદર્શિત કરવામાં આવ્યા હતા જેને નિહાળવા માટે દુનિયાભરના દર્શકો અને વિમાનના ક્ષેત્રે જોડાયેલા રોકાણકારોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં દેશ વિદેશની અનેક થીંક ટેન્કે હાજરી આપી હતી. એરો ઈન્ડિયા 2019 શો વૈમાનિક ક્ષેત્રમાં થઈ રહેલી પ્રગતિ અને નવા વિચારોને દુનિયા સાથે વહેંચવા માટેનો એક મોટો મંચ છે. આ પ્રદર્શન દ્રારા ભારતનો ઉદેશ્ય મેક ઈન ઈન્ડિયાને પ્રોત્સાહન આપવાનો છે. એરો ઈન્ડિયાના ઉદ્ઘાટન પ્રસંગે પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં સંરક્ષણમંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે રક્ષાક્ષેત્રે ભારતે જબરજસ્ત પ્રગતિ કરી છે. સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રમાં 100 ટકા વિદેશી રોકાણ શક્ય છે. તેમણે દેશમાં ઉત્પાદન ક્ષેત્રે જીડીપીને નવી ઉંચાઈએ લઈ જવાનો નિર્ધાર પણ વ્યક્ત કર્યો હતો.

    એરો ઇન્ડિયમાં આજે રાફેલ અને તેજસ બંને વિમાનો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. રાફેલની ઉડ્ડયન ક્ષમતા અને હવાઈ યુદ્ધ ની સક્ષમતા જોઈ દર્શકો આશ્ચર્ય ચકિત થઈ ગયા હતા. તો સ્વદેશી બનાવટ ના તેજસ વિમાન ને આજે સંપૂર્ણ યુદ્ધ વિમાન તરીકે સેના માં સામેલ કરવા માં આવ્યું. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા બનાવાયેલું તેજસ લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ છે. સેના પ્રમુખ  બિપીન રાવત તેજસ માં સવાર થયા હતા. 24 મી ફેબ્રુઆરી સુધી યોજાનારા આ પ્રદર્શન માં રક્ષા ક્ષેત્રે જોડાયેલા તમામ રક્ષા ઉપકરણો ને પ્રદર્શિત કરવા માં આવ્યા હતા જેને નિહાળવા માટે દુનિયા ભર ના દર્શકો અને વિમાન ના ક્ષેત્રે જોડાયેલા રોકાણકારો એ ભાગ લીધો હતો. આ કાર્યક્રમ માં દેશ વિદેશ ની અનેક થીંક ટેન્કે હાજરી આપી હતી. એરો ઈન્ડિયા 2019 શો વૈમાનિક ક્ષેત્ર માં થઈ રહેલી પ્રગતિ અને નવા વિચારો ને દુનિયા સાથે વહેંચવા માટે નો એક મોટો મંચ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply