ભારત-દ.કોરિયા વચ્ચે 7 કરાર પર હસ્તાક્ષર
Live TV
-
ત્રાસવાદ સામે ભારતને સમર્થન આપવા માટે દક્ષિણ કોરિયાના પ્રમુખ મૂનનો આભાર વ્યક્ત કર્યો
દક્ષિણ કોરિયાની મુલાકાતે ગયેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારત તથા દક્ષિણ કોરિયા વચ્ચેના સંબંધો નવી ઊંચાઈએ સ્પર્શ્યા છે. સિઓલમાં દક્ષિણ કોરિયાના પ્રમુખ મૂન જે ઇન સાથે એક-એક મંત્રણામાં વડા પ્રધાન મોદીએ કહ્યું કે બંને દેશો વચ્ચેની વિશેષ વ્યૂહાત્મક ભાગીદારી માત્ર ભારત માટે જ નહીં, વિશ્વ માટે પણ મહત્ત્વની છે. ગયા સપ્તાહના પુલવામા ત્રાસવાદી હુમલાના સંદર્ભે દક્ષિણ કોરિયાના પ્રમુખે કહ્યું કે ત્રાસવાદ સભ્યતા અને માનવતા સામેનો પડકાર છે અને તેને ઉચિત ઠરાવી શકાય નહીં. બાદમાં બંને દેશો વચ્ચે પ્રતિનિધિમંડળ સ્તરની મંત્રણાઓ પણ યોજાઈ હતી. બંને દેશોએ સંચાર અને ઉદ્યોગ-વેપાર સહિત અલગ-અલગ ક્ષેત્રોમાં સાત એમઓયૂ પર હસ્તાક્ષર કર્યા હતા. દક્ષિણ કોરિયાના પ્રમુખ સાથે સંયુક્ત પત્રકાર પરિષદ સંબોધતાં શ્રી મોદીએ પુલવામા હુમલા માટે શ્રદ્ધાંજલી પાઠવવા બદલ તેમજ ત્રાસવાદ સામે ભારતને સમર્થન આપવા માટે દક્ષિણ કોરિયાના પ્રમુખ મૂનનો આભાર વ્યક્ત કર્યો હતો.
