Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યો સિયોલ શાંતિ પુરસ્કાર

Live TV

X
  • Modinomics, Act East નીતિ માટે અપાયો પુરસ્કાર

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને દક્ષિણ કોરિયાના સિયોલમાં શાંતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે..આ સન્માન મેળનાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રથમ ભારતીય છે..પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અપનાવેલી આર્થિક નિતિઓ એક્ટ ઈસ્ટ પોલીસી અને વિકાસલક્ષી કાર્યો માટે આ સન્માન આપવામાં આવ્યુ છે..પીએમ મોદી પહેલા આ સન્માન સંયુક્ત રાષ્ટ્રના પૂર્વ મહાસચિવ કોફી અન્નાન અને બાન કી મૂનને આપવામાં આવ્યુ હતુ..એવોર્ડને સ્વીકારતા પ્રધાનમંત્રીએ જણાવ્યુ હતુ કે આ ખૂબ જ ગૌરવની વાત છે કે મહાત્મા ગાંધીજીની 150મીં જયંતિ દેશ મનાવી રહ્યો છે ત્યારે આ સન્માન મને પ્રાપ્ત થયુ છે.પીએમે સિયોલ શાંતિ પુરસ્કારમાં મળેવી ધનરાશિને નમામિ ગંગે પરિયોજનામાં આપવાની જાહેરાત કરી હતી..પ્રધાનમંત્રીએ વસુધૈવ કુટુમ્બકના ભારત દર્શનનો ઉલ્લેખ કરતા જણાવ્યુ કે આ એવોર્ડ માટે 130 કરોડ ભારતીયોનું યોગદાન છે.સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જીવન પર આધારિત એક ફિલ્મ પણ પ્રદર્શિત કરવામાં આવી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply