આતંક સામે એક્શન, 9 લોકોને આતંકવાદી જાહેર કરાયા
Live TV
-
UAPA અધિનિયમ અંતર્ગત કાર્યવાહી, મોટા ભાગના લોકો પાકિસ્તાન સંચાલિત ખાલિસ્તાન સમર્થક અને આતંકી સંગઠનના
મોદી સરકારના નેતૃત્વમાં જીરો ટોલેરન્સ નીતિનું હંમેશા પાલન કરવામાં આવ્યું છે. કેન્દ્રિય ગૃહ મંત્રાલયે UAPA એટલે કે, અન લો ફૂલ એક્ટિવિટિઝ પ્રિવેન્શન એક્ટ-1967ના ઓગસ્ટ-2019ના નવા નિયમો હેઠળ નવ વ્યક્તિને આતંકવાદી જાહેર કર્યા છે અને આ અધિનિયિમની ચોથી અનુસૂચીમાં તેમના નામ સમાવાયા છે. જેમાં પાકિસ્તાન સ્થિત બબ્બર ખાલસા ઈન્ટરનેશનલનો નેતા વાધાવા સિંહ., પાકિસ્તાનમાંથી જ એક્ટિવિટી કરતો લખબીર સિંહ., રણ જીત સિંહ. અને પાકિસ્તાન સ્થિત ખાલિસ્તાન કમાન્ડો ફોર્સનો નેતા પરમ જીત સિંહને આતંકવાદી જાહેર કરાયા છે. આ ઉપરાંત જર્મનીમાંથી ખાલિસ્તાન જિંદાબાદ ફોર્સ મારફતે એક્ટિવિટી કરતા ભૂપિન્દર સિંહ ભીંડા., ગુર મિતસિંહ બગ્ગા., અમેરિકામાં રહીને એક્ટિવિટી કરતાં ગુરપત વંત સિંહ પન્નૂન. કેનેડામાં રહેતા હરદીપ સિંહ નિજ્જક અને બ્રિટનમાં રહીને બબ્બર ખાલસા ઈન્ટરનેશનલની એક્ટિવિટી કરતાં પરમ જીત સિંહને ગૃહ મંત્રાલયે આતંકવાદી જાહેર કર્યા હતાં. આ તમામ વ્યક્તિ સરહદ પારથી કે વિદેશની ધરતી પરથી ભારત વિરૂદ્ધની ગતિવિધિ કરે છે. આ આંતકવાદીઓ પંજાબમાં ઉગ્રવાદ ફેલાવીને ખાલિસ્તાન આંદોલનને વેગ આપવાનું કૃત્ય કરે છે.
