Skip to main content
Settings Settings for Dark

રાજમાર્ગને લગતી યોજનામાં ચીની કંપનીઓ નહિ લઈ શકે ભાગ

Live TV

X
  • માર્ગ, પરિવહન અને રાજ્ય માર્ગ મંત્રી નીતિન ગડકરીએ કરી જાહેરાત, આત્મનિર્ભર ભારત બનવાની દિશામાં થશે આ ખુબ જ મહત્વ પૂર્ણ પગલું

    કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, સરકાર ચીનની કંપનીઓને રાજમાર્ગ પરિયોજનાઓમાં ભાગીદાર બનવાની મંજુરી નહીં આપે. જેમાં ચીનની કંપનીઓ સાથે સંયુક્ત ઉપક્રમ ધરાવનારી કંપનીઓનો પણ સમાવેશ થાય છે. નીતિન ગડકરીએ વધુમાં જણાવ્યું હતું કે, સરકાર એ પણ ધ્યાન રાખશે કે ચીની રોકાણકારો, સુક્ષ્મ-લઘુ અને મધ્યમ ઉદ્યોગો એટલે કે MSME જેવા વિવિધ ક્ષેત્રોમાં રોકાણ ન કરી શકે એક પ્રશ્નના જવાબમાં નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, નવો નિર્ણય હાલની અને ભવિષ્યની યોજનાના ટેન્ડર્સ પર લાગુ થશે. તેમણેએ પણ ઉમેર્યુ હતું કે, જો કોઈ પરિયોજનામાં સામેલ સહયોગી કંપની ચીની કંપની છે તો તેના માટે પુનઃ ટેન્ડર બહાર પાડવા માં આવશે. ગડકરીએ આ ઉપરાતં જણાવ્યું હતું કે, સરકાર સ્થાનિક કંપનીઓ માટે નિયમોને સરળ બનાવી રહી છે. તેથી તે મોટી પરિયોજનાઓ માટે બોલી લગાવી શકે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
apply