ભારત-ચીન વચ્ચે તણાવ ઘટાડવા માટે કોર કમાન્ડર સ્તરની વાતચીત થઈ
Live TV
-
બંને દેશ વચ્ચે તણાવ ઘટાડવા માટે બની સંમતિ...બંને દેશોએ ઝડપથી ચરણબદ્ધ તેમજ ક્રમિક રીતે તણાવ ઘટાડવા પર મૂક્યો ભાર...
15મી જૂને ભારત અને ચીન વચ્ચે થયેલી હિંસાને લઈને બંને દેશ વચ્ચે તણાવ વધ્યો છે ત્યારે બંને દેશો વચ્ચે તણાવ ઓછો કરવા માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે...જેને અનુસંધાને વિવિધ સ્તર પર વાતચીત થઈ રહી છે...ગઈ કાલે સીમા પર ત્રીજા લેવલની કોર કમાન્ડર સ્તરની વાતચીત થઈ હતી...સૂત્રો પાસેથી મળતી માહિતીને અનુસાર બંને દેશો વચ્ચે તણાવ ઘટાડવા માટે સહમતિ બની છે...12 કલાક ચાલેલી આ બેઠકમાં એક રોડ મેપ તૈયાર કરવામાં આવ્યો છે...જેમાં બંને પક્ષોએ ઝડપથી ચરણ બદ્ધ તેમજ ક્રમિક રીતે તણાવ ઘટાડવા પર ભાર મુક્યો છે...કૂટનીતિક સ્તર ઉપર પણ બંને દેશ વચ્ચે સંવાદ થઈ રહ્યો છે...આ પહેલાં પણ આ પ્રકારનો સંવાદ કરવામાં આવ્યો હતો... રક્ષા સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર રક્ષામંત્રી રાજનાથ સિંહ શુક્રવારે લદ્દાખ ની મુલાકાત લેશે....
