ભારત-પાકિસ્તાન વચ્ચે કેદીઓની યાદીની આપ-લે
Live TV
-
ભારત અને પાકિસ્તાને નવી દિલ્હી અને ઇસ્લામાબાદમાં રાજદ્વારી માધ્યમોના મારફતે પોતાની કસ્ટડીમાં હાજર સામાન્ય નાગરિકો અને માછીમારોની યાદીનું આદાન-પ્રદાન કર્યું..આ યાદીની આપ-લે 2008ના કરારની જોગવાઇઓ હેઠળ કરવામાં આવી..દર વર્ષે પહેલી જાન્યુઆરી અને પહેલી જુલાઇએ કેદીઓની યાદીનું આદાન-પ્રદાન કરવામાં આવે છે...
ભારતે પોતાની કસ્ટડીમાં રહેતા 265 પાકિસ્તાની નાગરિકો અને 97 માછીમારોની યાદી આપી છે...તો પાકિસ્તાને પોતાની કસ્ટડીમાં રહેતા 54 સામાન્ય નાગરિકો અને 270 માછીમારોની યાદી આપી છે...
ભારત સરકારે પાકિસ્તાનને કહ્યું કે, તેઓ પોતાની કસ્ટડીમાં રહેલા ભારતીય નાગરિકોને જલ્દીથી જલ્દી મુક્ત કરે..આ ઉપરાંત ગુમ ભારતીય સૈન્ય કર્મીઓ અને માછીમારોને પણ તરત પ્રત્યાર્પણ કરવાની વાત કહેવામાં આવી છે...માછીમારો સાથે તેમની બોટને પણ છોડવાનું પણ ભારત દ્વારા કહેવામાં આવ્યું છે...
