Skip to main content
Settings Settings for Dark

જમ્મુ-કાશ્મીર: અનંતનાગમાં સુરક્ષાદળો સાથે અથડામણમાં બે આતંકી ઠાર

Live TV

X
  • જમ્મુ-કાશ્મીરમાં અનંતનાગનાં વધામા વિસ્તારમાં સુરક્ષાદળોએ અથડામણમાં બે આતંકીઓને ઠાર માર્યા...ઠાર કરાયેલા આતંકીઓ અનેક ગતિવિધિઓમાં સામેલ હતા...

    DGP દિલબાગ સિંહે કહ્યું બિજબેહારામાં ત્રણ દિવસ પહેલા કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળના એક જવાન અને એક પાંચ વર્ષીય બાળકની હત્યામાં આ બંને આતંકવાદી સામેલ હતા, જેને આજે અથડામણમાં ઠાર કરવામાં આવ્યા છે...

    અનંતનાગના વધામા વિસ્તારમાં આતંકીઓ છુપાયા હોવાની સૂચના મળ્યા બાદ સવારે સુરક્ષાદળોએ તે વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરુ કર્યું...આ દરમિયાન જેવા જ સુરક્ષાદળ આતંકીઓના ઠેકાણા નજીક પહોંચ્યા, આતંકીઓએ સુરક્ષાદળો પર ફાયરિંગ શરુ કરી દીધું...અને જવાબી કાર્યવાહીમાં બંને આતંકીને ઠાર કરવામાં આવ્યા...

    તો બીજી તરફ જમ્મુ-કાશ્મીરના સોપોરમાં વહેલી સવારે CRPFના પેટ્રોલિંગ દળ પર આતંકવાદી હુમલો થયો હતો...જેમાં એક જવાન શહીદ થયા..તો બે નાગરિકોના મૃત્યુ થયા...આતંકવાદીઓએ બારામુલા જીલ્લાના સોપોરમાં સીઆરપીએફની પેટ્રોલીંગ પાર્ટી ઉપર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આતંકવાદીઓના આ હુમલામાં અન્ય ત્રણ સીઆરપીએફના જવાનો ઇજાગ્રસ્ત થયા હતા. આ જવાનોને શ્રીનગરની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
apply