આત્મનિર્ભર ભારત થકી લોકલ ફોર વૉકલ બનીશુંઃ પ્રધાનમંત્રી મોદી
Live TV
-
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું આપણે સાવધાનીઓ વર્તીને આર્થિક પ્રવૃત્તિને આગળ ધપાવીશું - આત્મનિર્ભર ભારત માટે દિવસ-રાત કામ કરીશું તો લોકલ માટે વોકલ બનીશુ - પ્રધાનમંત્રીએ સૌને બે ગજની દૂરીનું પાલન કરવા, માસ્ક પહેરવા અને બેદરકારી ના દાખવવા કરી અપીલ
પ્રધાનમંત્રીએ આજે રાષ્ટ્રને સંબોધિત કરતા અનલોક-ટુમાં પણ દેશવાસીઓને કોરોના મહામારી સામે સતર્કતા દાખવવાની વાત કરી હતી. ગરીબ, પીડિત, વંચિત, શોષિત દરેકને સશક્ત બનાવવા માટે આર્થિક ગતિવિધીઓને આગળ ધપાવવાની વાત પણ પ્રધાનમંત્રીએ કરી હતી. તેમણે દેશવાસીઓને આત્મનિર્ભર ભારત માટે દિવસ-રાત કામ કરવાની અપીલ પણ કરી હતી.
