Skip to main content
Settings Settings for Dark

ભારત-ચીન વિવાદ મામલે કોર કમાન્ડરની બેઠક, ફ્રાંસના રક્ષામંત્રીએ ભારતને ટેકો જાહેર કર્યો.

Live TV

X
  • ભારત અને ચીન વચ્ચે લદાખમાં નિયંત્રણ રેખા પર ચાલી રહેલા તણાવને લઈને આજે ભારત અને ચીનની સેના વચ્ચે આજે લદાખના ચુશુલમાં ત્રીજા તબક્કાની કમાન્ડર કોરની બેઠક યોજાઈ રહી છે. હાલમાં ભારત અને ચીનના કમાન્ડર સ્તરના સૈન્ય અધિકારી સાથે વાતચીત ચાલી રહી છે.

    બન્ને પક્ષોમાં પ્રથમ તબક્કાની બેઠકમાં થયેલા કરારોને લાગુ કરવા પર વિચાર વિમર્શની અપેક્ષા. ફ્રાંસના રક્ષામંત્રીએ ભારતને ટેકો જાહેર કર્યો.

    આ અગાઉના બે તબક્કામાં L.A.C. પાર ચીનના મોલ્દોમાં ભારત અને ચીન વચ્ચે વાતચીત થઈ હતી. આજની આ બેઠકમાં બંને પક્ષ સીમા વિવાદને લઈને પેદા થયેલા તણાવને ઘટાડવાના મુદ્દા પર ચર્ચા કરશે. અને સ્થિતિને સામાન્ય બનાવવા માટે જરૂરી પગલાં બાદ સમજુતી કરવાના પ્રયાસો કરશે.

    આ ઉપરાંત આજે કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહ પણ અમેરિકાના રક્ષામંત્રી માર્ક એસ્પર સાથે ભારત અને ચીન સીમા વિવાદ મુદ્દે ફોન પર વાતચીત કરશે. આ પહેલાં 29 મેના રોજ બંને નેતાઓ વચ્ચે વાતચીત થઈ હતી જેમાં દ્વિપક્ષીય રક્ષા સહયોગ અને ભવિષ્યની રક્ષા ભાગીદારી સાથે જોડાયેલા મુદ્દાઓ વિશે વાતચીત થઈ હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
apply