Skip to main content
Settings Settings for Dark

PM નરેન્દ્ર મોદીનું રાષ્ટ્રને સંબોધન, નવેમ્બર સુધી 80 કરોડ લોકોને મફત રાશન અપાશે

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરી રહ્યા છે રાષ્ટ્રને સંબોધન, જાણો તેમની વાતના મુદ્દા

    - આપણે અનલૉક-2માં પ્રવેશ કરી રહ્યા છીએ. મારી દેશવાસીઓને પ્રાર્થના છે કે પોતાનું ધ્યાન રાખે. કોરોનાથી થનાર મૃત્યુના દરને જોઈએ તો સમય પર કરવામાં આવેલા લૉકડાઉને ભારતમાં લાખો લોકોના જીવ બચાવ્યા છે.

    - પરંતુ આપણે જોઈ રહ્યા છીએ, કે જ્યારથી અનલોક આપવામાં આવ્યું છે, ત્યારથી બેદરકારી વધી રહી છે. હવે આપણે જ્યારે વધુ સતર્કતાની જરૂર છે, ત્યારે બેદરકારી રાખવી ચિંતાનો વિષય છે.

    - લોકડાઉન દરમ્યાન ગંભીરતાથી નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું, હવે સરકારો, નગરનિગમ અને દેશના નાગરિકોએ ફરીથી એ જ સતર્કતા દાખવવાની જરૂર છે. એમાંય કન્ટેન્ટેનમેન્ટ ઝોનમાં ખાસ નિયમો પાળવા પડશે. નિયમોનું પાલન ન કરનાર લોકોને ટોકવા પડશે.

    - તમે હમણાં જોયું હશે કે એક દેશના પ્રધાનમંત્રી પર માસ્ક ન પહેરવાના કારણે 13,000 રૂપિયા દંડ થયો હતો, ભારતીય પ્રસાસને પણ આવી જ ગંભીરતાથી કામ કરવું પડશે.

    - હવે હું મહત્વની ઘોષણા કરવા જઈ રહ્યો છું. વર્શા વરસાદ દરમ્યાન અને બાદ એગ્રીકલ્ચર સેક્ટરમાં વધુ કામ થાય છે અને અન્ય સેક્ટરમાં ઓછું કામ થાય છે. 5 જુલાઈએ ગુરુ પૂર્ણિમા છે અને 15 ઑગસ્ટ તથા ગણેશચતુર્થી આવશે અને આગળ જઈએ તો નવરાત્રિ, દિવાળી, છઠી મૈયાની પૂજા આવશે. તહેવારોમાં ખર્ચ અને જરૂરિયાતો વધી જાય છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના એટલે કે નવેમ્બર મહિનાના અંત સુધી 80 કરોડ લોકોને મફતમાં અનાજ આપવામાં આવશે.

    - હવે એક રાષ્ટ્ર, એક રાશનકાર્ડ અમલમાં કરાશે. અંતમાં આપ સૌને વિનંતી કરું છું કે માસ્કનો ઉપયોગ અને 20 સેકન્ડ સુધી હાથ ધોવાનું રાખો અને દો ગજ કી દૂરીનું પાલન કરો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
apply