Skip to main content
Settings Settings for Dark

દેશમાં છેલ્લા 24 કલાકમાં 13,497 દર્દીઓ થયાં સંક્રમણમુક્ત

Live TV

X
  • દેશમાં કોવિડ-19 થી સાજા થવાનો દર 58.67 ટકા થયો છે. છેલ્લાં 24 કલાકમાં 13 હજાર 497 લોકો સંક્રમણમુક્ત થઈને સ્વસ્થ થયાં છે. આમ દેશમાં કુલ 3 લાખ 35 હજાર 271 લોકો કોરોનાને માત આપીને સ્વસ્થ થયાં છે. હાલ 2 લાખ 15 હજાર 301 સક્રીય સંક્રમિત કેસ છે.

    દેશમાં અત્યાર સુધીમાં સંક્રમણના કુલ 5 લાખ 67 હજારથી વધુ કેસ નોંધાઈ ચુક્યાં છે. છેલ્લાં 24 કલાકમાં દેશમાં કોરોના સંક્રમણના નવા 18 હજાર 339 કેસ નોઁધાયા હતાં જ્યારે 417 લોકોનાં મોત થતાં દેશમાં કોરોના મહામારીના કારણે જીવ ગુમાવનારાઓની સંખ્યા 16 હજાર 904 પર પહોંચી છે.

    છેલ્લાં 24 કલાકમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ 5 હજાર 257 કેસ નોઁધાયા હતાં, જેમાં 181નાં મોત નીપજ્યાં હતાં. ત્યાર બાદ તમિલનાડુમાં 3 હજાર 949 કેસ નોંધાયા હતાં, જેમાં 62 લોકોનાં મૃત્યુ નીપજ્યાં હતાં. આ ઉપરાંત દિલ્હીમાં 2 હજાર 84, કર્ણાટકમાં 1 હજાર 105 અને તેલંગાણામાં 975 કેસ નોંધાયા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
apply