Skip to main content
Settings Settings for Dark

આદિજાતિ અને દલિત સમુદાયના લોકોના વિકાસ વિના દેશનો વિકાસ કદી પૂર્ણ ન થઈ શકે: રાષ્ટ્રપતિ

Live TV

X
  • ઉત્તરપ્રદેશ પ્રવાસના બીજા દિવસે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદએ સોનભદ્રના ચપકીમાં વનવાસી સમાગમ કાર્યક્રમમાં ભાગ લીધો

    રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ત્રણ દિવસીય ઉત્તરપ્રદેશના પ્રવાસે પહોંચ્યા છે ત્યારે આજે પ્રવાસના બીજા દિવસે રાષ્ટ્રપતિ સોનભદ્ર જિલ્લાના ચપકીમાં વનવાસી સમાગમ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યાં રાષ્ટ્રપતિએ સેવાકુંજ આશ્રમના નવનિર્મિત ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ કાર્યક્રમમાં સંબોધન કરતા રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, અહીં આવેલા લોકોનો ઉત્સાહ એ સાબિત કરે છે કે સેવાકુંજ આશ્રમમાં જે પ્રકલ્પ ચલાવવામાં આવે છે તે તમામ વનવાસી સમાજના લોકોના કલ્યાણ માટે છે અને કુદરતી સંશાધનોના રક્ષણ માટે જ ભગવાન બિરસા મુંડાએ બલિદાન આપ્યું હતું.
    વધુમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદએ જણાવ્યું હતું કે, જનજાતીય સમાજ સાથે જોડાયેલી કળાઓનો વિકાસ થવો જરૂરી છે અને સાથે જ વનવાસી સમાજના વિદ્યાર્થીઓનો પણ સર્વાંગી વિકાસ થવો ખૂબ જરૂરી છે. કારણ કે, આદિજાતિ અને દલિત સમુદાયના લોકોના વિકાસ વિના દેશનો વિકાસ કદી પૂર્ણ થઈ શકતો નથી. આ સાથે જ આજે રાષ્ટ્રપતિ વિધ્યાંચલમાં માતાજીના દર્શન પણ કરશે.
    ઉલ્લેખનીય છે કે, ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એરપોર્ટ પર રાષ્ટ્રપતિનું સ્વાગત કર્યું હતું અને રાષ્ટ્રપતિએ વારાણસીમાં બાબા વિશ્વનાથના દર્શન પણ કર્યા હતા. આ સાથે જ રાષ્ટ્રપતિ ગંગા આરતીમાં પણ ઉપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply