Skip to main content
Settings Settings for Dark

જમ્મુ- કાશ્મીરમાં યોજાતી પવિત્ર અમરનાથ યાત્રાનો 28 જૂનથી થશે શુભારંભ

Live TV

X
  • 28 જૂનથી 22 ઓગષ્ટ સુધી યોજાશે અમરનાથ પવિત્ર યાત્રા. સવાર-સાંજની આરતીનું થશે ઓનલાઇન પ્રસારણ

    દર વર્ષે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં પવિત્ર અમરનાથ યાત્રા પર અનેક શ્રદ્ધાળુઓ આવતા હોય છે. ત્યારે આ ચાલુ વર્ષે પવિત્ર અમરનાથ યાત્રા 28 જૂનથી શરૂ થવા જઈ રહી છે. 56 દિવસ ચાલનારી આ યાત્રાની પૂર્ણાહુતિ, 22 ઓગસ્ટના દિવસે થશે. ગયા વર્ષે કોરોના મહામારીના કારણે આ પવિત્ર અમરનાથ યાત્રાને રદ કરવામાં આવી હતી. 
    હાલની પરિસ્થિતિ જોઈએ તો અત્યારે પણ કેટલાક રાજ્યોમાં કોરોના સંક્રમણના કેસ વધી રહ્યા છે, જેના કારણે આ યાત્રા દરમિયાન કોવિડ-19ની માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરાવવામાં આવશે. શ્રી અમરનાથ તીર્થ બોર્ડના જણાવ્યા અનુસાર અમરનાથ ધામની સવાર અને સાંજની પૂજા-આરતીનું ઘરે બેઠા શ્રદ્ધાળુઓ માટે ઓનલાઈન પ્રસારણ કરવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply