Skip to main content
Settings Settings for Dark

"પરીક્ષા પે ચર્ચા" કાર્યક્રમ માટે રજિસ્ટ્રેશનનો આજે છેલ્લો દિવસ

Live TV

X
  • "પરીક્ષા પે ચર્ચા" કાર્યક્રમમાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન કરાવવાનો આજે છેલ્લો દિવસ છે. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને પ્રધાનમંત્રી સાથે સીધા વાતચીત કરવાની મળે છે તક

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દર વર્ષે પરીક્ષાના સમયગાળા દરમિયાન પરીક્ષાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે "પરીક્ષા પે ચર્ચા" નામના કાર્યક્રમનું આયોજન કરતા હોય છે. ત્યારે આ વર્ષે યોજાનાર "પરીક્ષા પે ચર્ચા" કાર્યક્રમમાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન કરાવવાનો આજે છેલ્લો દિવસ છે. કોરોના મહામારીના કારણે આ વર્ષે કાર્યક્રમના ચોથા સંસ્કરણનું આયોજન ઓનલાઈન કરવામાં આવશે. પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ એ એક્ઝામ વોરિયર અભિયાનનો એક ભાગ છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓ માટે તણાવમુક્ત વાતાવરણનું નિર્માણ કરવાનો છે. ત્યારે આ કાર્યક્રમમાં ભાગ લેવા ઇચ્છતા વિદ્યાર્થીઓએ સરકારી વેબસાઈટ "My Gov" પર Innovative India.MyGov.in પર જઈ રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. આ કાર્યક્રમના પહેલા ત્રણ સંસ્કરણની લોકપ્રિયતાને જોતા પ્રધાનમંત્રી આ વખતે માત્ર વિદ્યાર્થીઓ જ નહીં, પરંતુ તેમના પ્રોફેસરો તેમજ શિક્ષકો સાથે પણ સંવાદ કરશે. 
    ઉલ્લેખનીય છે કે, આ પ્રતિસ્પર્ધા ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે શરૂ થઈ છે. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને પ્રધાનમંત્રી સાથે સીધા વાતચીત કરવાની તક મળે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply