કેન્દ્રિય ચૂંટણીપંચે આસામ, તમિલનાડુ, કેરળ, પશ્ચિમ બંગાળ, અને પુડડુચેરીના મુખ્ય ચૂંટણી અધિકારીઓને પત્ર લખ્યો
Live TV
-
પત્રમાં ચૂંટણી સંબંધિત જાહેરાતો સુધી તમામ રાજકીય પાર્ટીની પહોંચ સુનિશ્ચિત કરવા જણાવાયું
કેન્દ્રિય ચૂંટણી પંચે આસામ, તમિલનાડુ, કેરળ, પશ્ચિમ બંગાળ, અને પુડડુચેરીના મુખ્ય સચિવો અને મુખ્ય ચૂંટણી અધિકારીઓને એક પત્ર લખ્યો છે. આ પત્રમાં ચૂંટણી સંબંધિત જાહેરાતો સુધી તમામ રાજકીય પાર્ટીની પહોંચ સુનિશ્ચિત કરવા જણાવાયું છે. કેન્દ્રિય ચૂંટણી પંચે કહ્યું હતું, કે અમારા ધ્યાને આવ્યું છે કે જાહેરાતોની જગ્યાએ કેટલીક રાજકીય પાર્ટીઓનો એકાધિકાર થઈ રહ્યો છે. દરેક રાજકીય પાર્ટીઓ અને ઉમેદવારને, પોતાનો પ્રચાર કરવા માટે, સમાન તક ઉપબલ્ધ થવી જોઈએ. તો બીજી તરફ આસામમાં પણ ચૂંટણી પ્રચારમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.
તમામ પાર્ટીઓના સ્ટાર પ્રચારકો અહીં પ્રચાર માટે પહોંચી રહ્યા છે. ભાજપ તરફથી સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ, અને કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઈરાની આજે ઘણી જગ્યાએ જનસભાને સંબોધિત કરશે. તો કોંગ્રેસ તરફથી જિતેન્દ્ર સિંહ, રિપૂન બોરા, અને ગૌરવ ગોગોઈ પણ કોંગ્રેસ ઉમેદવારો માટે પ્રચાર કરશે. ઉલ્લેખનીય છે કે, રાજ્યની 126 વિધાનસભા બેઠક માટે, ત્રણ તબક્કામાં મતદાન થશે.
