'આપ'ના કેજરીવાલે 3જી વાર દિલ્હીના CM તરીકે શપથ લીધા
Live TV
-
આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે આજે ત્રીજીવાર દિલ્હીના મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. રામલીલા મેદાન ખાતે આ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. દિલ્હીના ઉપરાજયપાલ અનીલ બેજલે મંત્રીઓને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા.
કેજરીવાલે પોતાની ગત સરકારના કેબિનેટ મંત્રીઓને યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી બાદ તેમના મંત્રીઓને પણ શપથ લેવડાવવામાં આવ્યા હતા. આમ આદમી પાર્ટીએ ગત સપ્તાહે યોજાયેલી ચૂંટણીમાં દિલ્હી વિધાનસભાની 70માંથી 62 બેઠકો જીતી હતી.
શપથ લીધા બાદ કેજરીવાલે કહ્યું હતું કે, 'આજે તમારા દીકરાએ ત્રીજી વખત મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. આ મારી જીત નથી, લોકોની જીત છે. દરેક દિલ્હીવાળાની જીત છે. દરેક મા-બહેનની જીત છે. દિલ્હીનો વિકાસ ઝડપથી થશે અને આગામી 5 વર્ષમાં પણ અમારી આ જ કોશિશ રહેશે.'
