"આપાતકાલ - લોકતંત્ર પર આઘાત" અંતર્ગત મુંબઇમાં કાર્યક્રમ, પીએમ મોદીનું સંબોધન
Live TV
-
પીએમ મોદીએ કહ્યું હતું કે, દેશની વર્તમાન તથા ભાવિ પેઢીમાં સંવિધાન પ્રત્યે જાગૃતિ અને લોકતંત્ર પરની પ્રતિબદ્ધતા માટે આ કાળો દિવસને યાદ કરાય છે. આજની પેઢીને કટોકટી વિશે માત્ર ટેકનિકલ જ્ઞાન છે.
"આપાતકાલ - લોકતંત્ર પર આઘાત" મુંબઈમાં યોજાયેલા આ કાર્યક્રમમાં, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. "વિચાર સંબોધન સભા" નામના કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યું હતું કે, દેશની વર્તમાન તથા ભાવિ પેઢીમાં સંવિધાન પ્રત્યે જાગૃતિ અને લોકતંત્ર પરની પ્રતિબદ્ધતા માટે આ કાળો દિવસને યાદ કરાય છે. આજની પેઢીને કટોકટી વિશે માત્ર ટેકનિકલ જ્ઞાન છે. તત્કાલિન સરકાર દ્વારા લાદવામાં આવેલી કટોકટીથી સામાન્ય જનની પરિસ્થિતિ કેટલી વસમી બની હતી તે અંગે જાગૃત કરવા માટે આ કાળો દિવસ યાદ કરાય છે.
43 વર્ષ અગાઉ 25 જૂન વર્ષ 1975ની મધ્યરાત્રિએ રાતોરાત કટોકટી જાહેર કરનાર તત્કાલિન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીનું પગલું ભારતીય ઇતિહાસમાં કાળા ડાઘ સમાન છે. ઇન્દિરા ગાંધી દ્વારા લદાયેલી કટોકટીના વિરોધમાં ભાજપા આજે કાળો દિવસ ઉજવી રહી છે. અનેક કેન્દ્રીય મંત્રીઓ વરિષ્ઠ નેતાઓ કાળા દિવસ નિમિત્તે દેશભરમાં યોજાનારા અનેક કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. ઉલ્લેખનીય છે કે, 43 વર્ષ અગાઉ કટોકટી જાહેર કર્યા બાદ વિપક્ષના અનેક નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી. સમાચાર પત્રો પર પણ પાબંદી લગાવી દેવામાં આવી હતી. કેન્દ્ર સરકાર તથા ઇન્દિરા ગાંધી વિરુદ્ધ એક પણ સમાચાર ન પ્રકાશિત કરવા માટે પાબંદી લગાવવામાં આવી હતી
