જનસુરક્ષા યોજનાએ આર્થિકરૂપે નબળા લોકોને બનાવ્યા સશક્ત: પ્રધાનમંત્રી મોદી
Live TV
-
નમો એપના માધ્યમથી પ્રધાનમંત્રીવીમા યોજના, અટલ પેન્શન યોજના અને પ્રધાનમંત્રી વયવંદનાના લાભાર્થીઓ સાથે સંવાદ સાધતા પ્રધાનમંત્રી મોદી - કહ્યું જનસુરક્ષા યોજનાએ આર્થિકરૂપે નબળા લોકોને બનાવ્યા સશક્ત - વીમા યોજનાનો લાભ લેવા દર્શાવી જાગૃત થવાની જરૂરિયાત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ,આજે સામાજિક સુરક્ષા યોજનાના વિવિધ રાજ્યોના લાભાર્થીઓ સાથે ,સીધી વાતચીત કરી ,તેમની વાતો સાંભળીને ,માર્ગદર્શન આપ્યું હતું. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું ,કે, જનસુરક્ષા યોજનાએ ,આર્થિકરૂપે નબળા લોકોને ,સશક્ત બનાવ્યા છે. દેશમાં ,સામાજિક વ્યવસ્થા બદલાઈ રહી છે. છેલ્લા ત્રણ વર્ષમાં બેંક ખાતામાં ,80 ટકાનો વધારો થયો છે. સરકારે લાગુ કરેલી, બે વીમા યોજના ,અને એક પેન્શન યોજનાનો લાભ લેવામાં આવે ,તો પરિવારને મદદ મળે છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું ,કે, જ્યારે વ્યક્તિ સાથે દુર્ઘટના બને છે, તો પરિવાર મુશ્કેલીમાં આવે છે, તે સમયે ,વીમો કામ આવે છે. આમ છતાં, હજુ ઘણા લોકો ,વીમો કરાવતા નથી. તેઓ પોતાના વિચાર બદલી ,વીમો કરાવે ,તેમજ સરકારની વિવિધ યોજનાઓનો લાભ લે ,તેવું માર્ગદર્શન આપ્યું હતું
