ઝારખંડઃ નક્સલીઓનો પોલીસ પર હુમલો, છ જવાન શહીદ
Live TV
-
ઝારખંડના ગડવા અને લાતેહાત જિલ્લાની સરહદ પર સર્ચ ઓપરેશન સમચે બુઢા પહાડ વિસ્તારમાં નક્સલીઓ દ્વારા પોલીસ કાફલા પર હુમલો - સામસામી અથડામણમાં છ જવાન શહીદ, ચારને ઈજા
ઝારખંડના ગડવા જિલ્લામાં પોલીસ અને નક્સલીઓ વચ્ચેની અથડામણમાં છ જવાન શહિદ થયા છે, જ્યારે ચાર જવાન ઈજાગ્રસ્ત બન્યાના અહેવાલ છે. પોલીસ સુત્રોથી મળેલી જાણકારી અનુસાર ગડવા અને લાતેહાત જિલ્લાની સરહદ પર પોલીસ ટીમ નક્સલીઓ સામે સર્ચ ઓપરેશન ચલાવી રહી હતી. દરમિયાન નક્સલીઓ દ્વારા લેન્ડમાઈન વિસ્ફોટ કરી પોલીસ વાહનને નિશાન બનાવ્યું. સાથે અંધાધુંધ ફાયરીંગ કરવામાં આવ્યું. બુઢા પહાડ વિસ્તારમાં નક્સલીઓ દ્વારા આ હુમલો અચાનક કરવામાં આવ્યો હતો. ઘાયલ જવાનોને ઘટના સ્થળેથી હોસ્પિટલ લાવવા એમ.આઈ. હેલિકોપ્ટરનો ઉપયોગ કરાયો છે. નકસલી હુમલાની ખબર મળતાઘટના સ્થળે વધુ દળને રવાના કરાયા છે અને પોલીસ અધિકારી પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.
