Skip to main content
Settings Settings for Dark

આબકારી નીતિ કેસમાં દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા 5 દિવસ CBIની કસ્ટડીમાં

Live TV

X
  • મનીષ સિસોદીયા સહિત 15 લોકો સામે પ્રાથમિક ફરિયાદ નોંધવામાં આવી હતી.

    આબકારી નીતિ કેસમાં દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને CBIની પાંચ દિવસની કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. CBI મનીષ સિસોદિયાને કોર્ટમાં રજૂ કરીને પાંચ દિવસની કસ્ટડી માંગી હતી. આ સુનાવણીમાં CBIએ દાવો કર્યો હતો કે, ખૂબ જ સુનિયોજિતરૂપે ષડયંત્ર કરવામાં આવ્યું હતું. CBI પાસે કોઈ પુરાવા ના હોવાને કારણે મનીષ સિસોદિયાએ CBIની આ રિમાન્ડ અરજીનો વિરોધ કર્યો હતો. ગંભીર પૂછપરછ બાદ રવિવારે સાંજે મનીષ સિસોદિયાની ધરપકડ કરવામાં આવી હતી. દિલ્હીના ઉપરાજ્યપાલ વિનય કુમાર સક્સેનાએ આબકારી નીતિમાં વિસંગતતાનો હવાલો આપતા આ તપાસ માટેની રજૂઆત કરી હતી. આ કેસમાં મનીષ સિસોદીયા સહિત 15 લોકો સામે પ્રાથમિક ફરિયાદ નોંધવામાં આવી હતી. આ  લોકો સામે આબકારી નીતિ અંતર્ગત નિયમોનું ઉલ્લંઘન કર્યાના આક્ષેપ છે. મનીષ સિસોદીયા પર ગુનાહિત ષડયંત્ર રચવાના, હેરાફેરી તેમ જ શરાબ માફિયાના હીતોને ધ્યાને રાખવાના જેવી અનિયમિતતા આચરવાના આરોપ મુકવામાં આવ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
apply